લાડકવાયો દિકરો

*લાડકવાયો દિકરો* ૨૦-૧૦-૨૦૨૦

આમ લાગણી બતાવી શકતો નથી
પણ ચિંતાથી દિકરો રોવે છે,
પરિવારથી છુપાવીને એકાંતમાં
લાડકવાયો દિકરો રોવે છે.

જ્યારે પરિવાર મુસીબતમાં હોય ત્યારે દિકરો રોવે છે,
જ્યારે પરિવારને દુઃખમાં ઘેરાયેલા જોવે છે ત્યારે દિકરો રોવે છે. 

જ્યારે પરિવારને ખુશીઓ નથી આપી શકાતો ત્યારે દિકરો રોવે છે, 
જ્યારે પરિવારની નાની ઈચ્છા પૂરી કરી શકતો નથી ત્યારે દિકરો રોવે છે.

જ્યારે માતા પિતા વચ્ચે તકરાર થાય છે ત્યારે દિકરો રોવે છે,
જ્યારે બહેનને સાસરીમાં દુઃખી જુઓ ત્યારે દિકરો રોવે છે.

જ્યારે માતા પિતાને શારીરિક તકલીફો પડે ત્યારે દિકરો રોવે છે, 
જ્યારે દિલની ભાવના વ્યક્ત કરી નથી શકતો ત્યારે દિકરો રોવે છે. 

જ્યારે ચારેબાજુથી તકલીફમાંથી નિકળવાનો રસ્તો નાં સૂઝે ત્યારે દિકરો રોવે છે, 
જ્યારે પરિવારનાં સપનાં પૂરાં નથી કરી શકતો ત્યારે દિકરો રોવે છે.

જ્યારે પોતાના ઘર માટે અથાગ મહેનત પછી પણ ખુશીઓ નથી આપી શકતો ત્યારે દિકરો રોવે છે, 
આટલું કરવાં છતાંયે,
જ્યારે મીઠાં બે બોલ સાંભળવા નથી મળતાં ત્યારે દિકરો રોવે છે...

ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ