મારી ચેહર મા ની ઓઢણી

*મારી ચેહર મા ની ઓઢણી* મૌલિક રચના... સ્વરચિત ગરબો.. ૨૩-૧૦-૨૦૨૦

મારી ચેહર મા ની ઓઢણીએ ઉડે, આસમાની રંગ,
ઊડે કોટિ, કોટિ તારલાઓ ને ચાંદલીયો સંગ.  મારી ચેહર...

રંગ ઊડી,ઊડી, ગગન કેરા ઘુમ્મટ ડે ઘેરાય,
દશે દિશામાં, ને નવખંડમાં માવડી નો પાલવ લહેરાય.

એનાં ઔલોકિક તેજ કિરણોમાં પ્રકાશિત થાયે આખી ધરતી,
મારી ચેહર મા ની ચુંદડી એ ઊડે આસમાની રંગ.

માવડી રાસે રમેને, વાગે મેઘાતણું મૃદંગ,
ઔલોકિક તેજસ્વી મુખડું માનું કેવું મલકાય.  મારી ચેહર ...

ચુંવાળ ચોકમાં રમતાં માવડી, નવદુર્ગા ને સંગ,
એની અકળકળા, પાર ન પમાય, મા નો અજબ-ગજબ ઢંગ. મારી..

ચોટીલા થી ઉતર્યા ચેહર મા, ચામુંડા નો અવતાર,
નાગણી રૂપ ધરીને પારણીયા ઝુલાવ્યા.  મારી ચેહર...

ભાવના ચરણ કમળમાં ચિતડું જોડી પ્રાર્થી રહું નિશદિન,
રૂમઝૂમ રૂમઝૂમ ઝમકે ઝીણો ઝાંઝરનો ઝણકાર.. મારી ચેહર..

ચેહર મા સંગે રમે, જોને સરખી સહિયારું ઉરભરી ઉમંગે,
આકાશમાં થી પુષ્પ વર્ષા થાય, જોઈ માનવ મહેરામણ રાજી થાય... મારી ચેહર ...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ