અસમંજસ

*અસમંજસ* ૪-૧૦-૨૦૨૦

અત્યાચાર જોઈ થાય અસમંજસ ક્યાં સલામતી છે,?
અહીં કોઈ સુરક્ષિત સ્ત્રી નાં જોઈ બધે અસલામતી છે.

ચીર ખેંચીને,દેહ ચૂંથીને હવસખોર ફરે અહીં,
અસમંજસમાં છું દિકરી બચાવવી કેમ કરી અહીં.

જીભ કાપીને અસહ્ય વેદના આપતાં નર પિશાચો,
લાશ બાળી દે ને ક્રૂર આનંદ માણે આ નર પિશાચો.

ગામ, શહેર ભડકે બળે તે પહેલાં ઝટ કરો ન્યાય,
સત્ય સંતાડીને સબૂત મિટાવે હવે તો કરો ન્યાય.

અસમંજસમાં આ સમાજ છે દિકરી હવે કેમ ઉછેરવી,?
સૌને ઊંઘાડી લાશ બાળી દે કેમ કરીને દિકરી હવે ઉછેરવી.?

ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ