લોક લાડીલા લોખંડી પુરુષ
*લોક લાડીલા લોખંડી પુરુષ* મૌલિક રચના... ૩૧-૧૦-૨૦૨૦
લ્યો કરું છું વાતને જાહેરમાં,
લોક લાડીલા લોખંડી પુરુષની.
સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે
ચરોતરનો ડંકો વગાડ્યો જાહેરમાં.
નિઃસ્વાર્થ ભાવે સેવા કરી ઘડવૈયા એ,
દેશની સેવામાં જીવન ગુજાર્યું જાહેરમાં.
સાવ સાચા નિર અભિમાની લીડર,
રાજા રજવાડાઓ ને એકત્ર કર્યા જાહેરમાં.
અંતમાં દેશ સેવા કાજે ભળવાનું હશે,
આજે સરદાર પટેલની પૂજવી છે રાખને જાહેરમાં.
નિડર બનીને દેશ માટે તર્પણ કર્યું,
ગુણ ગાતાં કેમ થકાય જાહેરમાં.
વફાદારીની ભાવના દેશ માટે દિલમાં,
ફરજ નિભાવીએ સરદાર પટેલને યાદ કરીએ જાહેરમાં..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment