નફરત

*નફરત* મૌલિક રચના. ૨૩-૧૦-૨૦૨૦

આ દુનિયામાં જિદંગીનો આ જ બસ અંજામ છે.
જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર નફરત નો માહોલ છે.

ક્યાંક ધર્મ તો ક્યાંક દંભની હાટડીઓ ખુલી છે, 
નફરતને છુપાવીને ભાવનાના ઊંચા દામ વસૂલે છે.

નામ ના સંબંધો ઉપરછલ્લા ને નફરત દિલમાં છે,
એટલે તો આજ સગાંવહાલાં બદનામ છે.

અવગુણો ગણાવીને સાથ સૌ છોડી ગયા છે,
આ નફરત ભરી દુનિયામાં મારું  અહીં શું કામ છે?.

બોજ લઈને ખૂબ દોડીને સંબંધ નિભાવ્યા છે,
પણ જ્યારે જરૂર પડી ત્યારે સૌ દૂર ભાગ્યા છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖〰️➖➖〰️➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ