અહોભાગ્ય

*અહોભાગ્ય* 15-10-2020
અહોભાગ્ય  સૌની  સાથે,
શબ્દો ના આટાપાટા સાથે;

માણસ રૂપે માણસાઈ સાથે,
દિલનાં સગપણ સગાઈ સાથે;

અહોભાગ્ય ભાવનાઓ સાથે,
અધિરાઈ ખ્વાઈશની રમત સાથે.

દિવાનગી મેઘા ની નિસર્ગ સાથે,
સરગમનાં  સૂર જીનલની  સાથે.

અહોભાગ્ય લેખન કાર્ય સાથે,
રહી જાય છે કંઈ ને કંઈ સાથે.

જિંદગીમાં મજા પરિવારની સાથે,
જ્યાં રિસામણા  મનામણાં સાથે.

નથી અહોભાગ્ય એકલતા સાથે,
ચાલાકી ચતુરાઈ સિધ્ધાંતો સાથે.

જીત ની મજા  સચ્ચાઈ ની સાથે,
અહોભાગ્ય  ભોળપણ ની સાથે..
ભાવના ભટ્ટ અમદાવાદ...

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ