મા તું જ સર્વસ્વ

*મા તું જ સર્વસ્વ* ભક્તિ ભાવ... ૨૭-૧૦-૨૦૨૦ મંગળવાર

આ જગતનો ઘ્વનિ ય તું ને શબ્દ તું માવડી,
વિજળીના ચમકારા થી વધુ તેજસ્વી તું માવડી.

ચેહર મા સહારો ય કોઈનો બને ને આધાર ય  કોઈનો,
તારું નામ રટે એને લીલા લહેર કરાવે તું માવડી. 

ઉજાસ આપે આંધળાને બધીરને કાન તું જ આપે માવડી,
પ્રત્યેક ક્ષણ તારું નામ લેનારનું  સ્વર્ગ તું માવડી.

હકીકતે ભાવના શ્વસી રહ્યા તારો મંત્રજાપ માવડી,
નથી જગતમાં કોઈ આધાર, એ આધાર તું જ માવડી.

પાવર વાળી ચેહર મા હોકારે આવી ઉભી રહે તું,
તારાં પર ભરોસો રાખનાર ને તારી દે છે તું....
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ