આંકડા નાં પાનનું
*આંકડા નાં પાનનું* ૪-૧૦-૨૦૨૦
આંકડા નાં પાનનું ગાડું બનાવ્યું,
દેડકા જોડ્યા ચાર
એ ગાડામાં બેસીને,
ચકીબેન ને ચકાભાઈ
કાંકરિયા ફરવા જાય.
ગાડું મુક્યું બહાર ને,
કાંકરિયા પાળે બેઠા
મીઠી મીઠી વાતો કરતાં
ચણાજોર ગરમ ખાય ને
રાજી રાજી થાય.
આવું અનેરૂં સુખ માણીને,
ફૂલ્યા નાં સમાય
ઘરે પાછા આવતાં
ગાડામાં બેસીને આવ્યા
બીજા પક્ષીઓને
જણાવ્યું કે કેવી લહેર કરી..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖➖➖➖➖➖➖
Comments
Post a Comment