આ સાહિત્ય જગતમાં

*આ સાહિત્ય જગતમાં* મૌલિક રચના... ૩૧-૧૦-૨૦૨૦ 

આજે વધ્યાં જ્યાં ત્યાં  ધર્મના વાડા,
એવી રીતે સાહિત્ય જગતમાં થયાં વાડા.

જામ્યા જ્યાં ત્યાં આવાં અખાડા,
સાહિત્ય જગતને નામે ચાલે વાડા.

સાહિત્ય જગતનું લેબલ મારીને,
એકબીજા ઉપર કાદવ,કીચડ ઉછાળે.

સ્ટેજ ઉપર તો મોટાં ભગવાન,
પડદાં પાછળ ખેલ કરે જુદા.

થતાં દહાડે દહાડે આખલા ભૂરાયા,
રચનાઓ ચરી ખાવાં બેઠાં આ વાડા.

ભાવના આ જોઈને હૈયું રૂદન કરે,
સાહિત્ય નાં નામે માંડ્યા છે ધંધા.

દેખાદેખી દોડે ઘેટાં, અક્કલ નાં લગાવે,
પડે હાથે ખોદીને ખાડો, પછી કોણ બચાવે.

સાહિત્ય જગતમાં ખુલ્લેઆમ રૂપિયા બોલે,
સરસ્વતી માતા આ જોઈ ખુણે અશ્રું સારે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ