એક ફૂલ
*એ ફૂલ* અછાંદસ કાવ્ય. ૯-૧૦-૨૦૨૦
એક ગુલાબનું ફૂલ આપ્યું લાડલીએ,
ગુલાબના ફૂલથી ઘરને મહેકાવી દીધું લાડલીએ.
ગુલાબનાં ફૂલોથી ઘરને સજાવ્યું લાડલીએ,
દિલથી ગુલાબનું ફૂલ આપ્યું છે લાડલીએ.
દિલમાં અનહદ ભાવના છે લાડલીને,
પરિવારની ચિંતા સદાય રહે છે લાડલીને.
મનડું મલકાય હૈયું હરખાય જોઈ લાડલીને,
સ્નેહાળ ચેહરો જોઈ અંતરથી દુવા લાડલીને.
સરગમનાં સૂરથી ઘરમાં ખુશીઓ ભરી લાડલીએ,
ને આમજ ફૂલો ની જેમ ઘરને મહેકાવી દીધું લાડલીએ.
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment