કદમ
*કદમ* 15-10-2020
આ કદમથી જિંદગીમાં રસ્તો બનાવ્યો,
આશા ને નિરાશાએ કદમને પડકારાયો.
રોજ રોજ આંખમાં નવી ઉડાનના આવે છે,
મહેનતથી કદમ ભરીને માર્ગ શોધ્યો છે.
કોના વખાણ કરું હુ ને કોને વગોવુ અહીં,
અમુકે સાથ આપ્યો અમુકે ધુત્કારી અહીં.
અહંકારમાં ઘણું ખોયું ઘણાયે જુઓ અહીં,
એક કદમ દોસ્તી નું માંડી તો જુઓ અહીં.
ભાવના છુપાવી આંખ મિચમણા કરે અહીં,
સચ્ચાઈ ને દબાવીને સાથ નાં આપે કોઈ અહીં.
છતાંય કદમ તો મંઝિલ પામ્યા જુઓ અહીં,
મદદગાર ઈશ્વર ઉપર બેઠો નિરખે જુઓ અહીં..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖
Comments
Post a Comment