મનમાં ચેહર મા.. ૮-૧૦-૨૦૨૦

*મનમાં ચેહર મા* ભક્તિ ગીત

મનમાં ચેહર મા નો નાદ પડઘાય છે,
આતમનો ભેદ ચેહર મા જ જાણે છે.

પાવર વાળી મા નું નામ અલખ જગાવે છે,
ત્યાંજ ભાવનાના ભાવ સમજાય  છે.
 
મનમાં રાખીને ઈર્ષા ઘણાં ફરે છે,
ચેહર મા ભોળાં નાં ભાવ પૂરે છે.
 
ચેહર મા મહેર કરીને લીલા લહેર કરાવે છે,
ગોરના કૂવે અપરંપાર પરચા પૂરે  છે.

રમેશભાઈ નિરંતર મનમાં ચેહર મા જપે છે,
દિલનાં પોકારે ચેહર મા રૂપ ધરી આવે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ