Purshotam...8-10-2020


*પુરષોત્તમ* ભક્તિ ગીત..
૪-૧૦-૨૦૨૦ રવિવાર..

મનમાં પુરષોત્તમ બિરાજે છે,
દર્શન થતાં દુઃખ દૂર થાય છે.

ચારે બાજુ હરદમ પુરષોત્તમ છે,
પડઘા અધિકમાસનાં પરચાના છે.

ફૂલ અર્પણ કરીએ રાજી થાય છે, 
સુગંધિત  મોસમ  કરી  આપે છે.

મીઠો ટહુકો કરો હાજર થાય છે,
દિલથી પોકાર પાડો દોડી આવે છે

અધિકમાસ ત્રીજા વર્ષે આવે છે,
પુરષોત્તમ  એ  પૂર્ણ  સ્વરૂપ  છે.

જેવી ભાવના એવાં દર્શન દે છે,
ભકતોનાં  ઓરતાં  પૂર્ણ કરે છે.

દીવા પ્રગટે, રોમે રોમે ત્યારે મળે,
નામ જપું જ્યાં પુરષોત્તમ આવે છે.
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖➖➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ