સ્ત્રી... ૧૨-૧૧-૨૦૨૦

*સ્ત્રી* કવિતા.. ૧૨-૧૧-૨૦૨૦

એક સ્ત્રી ની આપવીતી,
હું સ્ત્રી જીવનશૈલી નો ઈતિહાસ કાઢું છું;
દિલનો ભાર કાઢું છું.

હસતી મીઠાશથી રહેતી હું,
પ્રેમરસથી ઘરને તાજ મહલ બનાવું છું;
હું સ્ત્રી પ્રેમનો ઈતિહાસ કાઢું છું.

આ જિંદગી દુ:ખદર્દને કંટકોની રાહ છે,
જીવનભર મંઝીલ શોધવા રકત કાઢું છું;
હું સ્ત્રી જિંદગીનો કયાસ કાઢું છું.

ગૃહિણી બની સૌની સંભાળ રાખું  છું,
પરિવારને સાચવવા માટે જીવ કાઢું છું;
હું સ્ત્રી ભાવના વ્યક્ત કરું છું.

છેલ્લા શ્વાસ સુધી વફાદાર રહું છું,
છતાંય જમાના સાથે તાલમેલ રાખું છું;
હું સ્ત્રી લાગણીઓ થી જીવું છુ..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ