શોહરત... ૨૯-૧૧-૨૦૨૦
*શોહરત* ૨૯-૧૧-૨૦૨૦
આજના માણસ ને શોહરતની મદ ચઢે છે,
મોટા થવામાં આબરૂના વટ પાડે છે.
આ વહેતી ધારામાં સૈ હાથ ધોવા વળગે છે,
ભાવના નિર્મળ જળમાં પણ વમળ પડે છે.
શોહરતની હૃદયમાં અગન લગાડી જલે છે,
ઓલવા સાખે અશ્રુધારે પછી જળ પડે છે.
કોરા મન અંદર છે ઈર્ષા એવી શોહરતમાં મોહે છે,
પછી પશ્ચાતાપ માં આંસુડે ઝરતું બળ પડે છે.
આંખને ખૂંચે કંટકો, બીજાની શોહરત જોઈ,
જાતને સમજાવવી ક્યાં સરળ પડે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment