ચંદ્ર

*ચંદ્ર* ૩-૧૧-૨૦૨૦

આ છલક છલક છલકાતું છલકાયું,
સુંદર શ્વેત વરણુ રે,
દિવ્ય ઝરણું આ અંતરમાં
ભાવના સભર ઊભરાતું રે.

ચિતકાશે *ચંદ્ર* બની શું
કૌમુદી થઈ નિતરતુ રે,
કરી પ્રફુલ્લિત અંગ, મનને
એ‌ મસ્ત બની મલકાતું રે.

ચંદ્ર ની એ શીતળતા માં,
ચિત શાંતિને પામુ રે,
ઓતપ્રોત થઈ,એજ તેજમાં
ઔલોકિક આનંદ પામુ રે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ