મા જપુ નામ તારું... ૮-૧૧-૨૦૨૦

*મા જપુ નામ તારું* ભક્તિ ગીત... ૮-૧૧-૨૦૨૦ રવિવાર.

આ જગતમાં પાવનકારી નામ માવડી તારૂં,
અંતરથી રટણ કરું નિત્ય જપું તારૂં નામ..

આ સંસાર તો સુખ દુઃખ નો સાગર છે,
તું કરુણા કરનારી ચેહર મા એક આધાર છે.

મોહ, લોભ ડૂબાડે ભવ સાગરમાં હાથ ઝાલીને ઉગારો,
ભાવના ભર્યા ભાવથી પોકારી આવી તું ઉગારે.

આ સંસાર તો અસાર છે,એક તું જ સાર માવડી,
તારું રટણ કરે એને મા સંકટમાં થી ઉગારે.

ચેહર મા સાચી સલામતી તારા ચરણોમાં છે,
અંતરની સાચી શાંતિ તારા શરણમાં છે. 

તારી કૃપા દ્રષ્ટિથી *મા* મારે રોજ સુખનો સૂરજ છે,
અકબંધ રહે આસ્થા ચેહર મા મારી અરજ છે.

🙏 *પાવનકારી નામ તારૂં ચેહર મા* 
*પળ પળ કરૂં સ્મરણ..*🙏
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ