આ દિવાળીના રંગો.... ૧૩-૧૧-૨૦૨૦

*આ દિવળીના રંગો* મૌલિક રચના.. ૧૩-૧૧-૨૦૨૦ શુક્રવાર

અગિયારસે‌ દિવા મૂકજો સુંદર,
ઝગમગાટ થઈ જશે ઘર સુંદર.

વાઘબારશે વ્યવહાર કરવો સુંદર,
વ્યવહાર થી સંબધ બનશે સુંદર.

ધનતેરસે કરજો રંગોળી સુંદર,
રંગીન થઈ જશે આંગણું સુંદર.

કાળિચૌદસે કરજો પૂજા સુંદર,
હનુમાન ચાલીસાથી દિન બને સુંદર.

દિવાળીનાં દિને દાન કરો સુંદર,
જિંદગીમાં દીવાળી દીપશે સુંદર.

નૂતનવર્ષના વડીલોને પ્રણામ કરજો સુંદર,
ખીલી ઉઠે નૂતનવર્ષ જિંદગી નું સુંદર.

ભાઈબીજ ભાઈ બહેન જમે સુંદર,
એકબીજાને પ્રેમે જમાડેતો દિપે ભાઈબીજ સુંદર.
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ