લાગી તારી ધુન.. ૧૦-૧૧-૨૦૨૦
*લાગી તારી ધુન* ભક્તિ ભાવ
૧૦-૧૧-૨૦૨૦ મંગળવાર
લાગી તારા નામની ધૂન ચેહર મા,
અંતરની ભાવના જાગી ઓ મા.
શ્વાસે શ્વાસે રટણ ઓ ચેહર મા,
દિલની હર ધડકન જપે ચેહર મા.
દુનિયાની રીત નિરાળી ઓ મા,
નફરત સાથે પ્રેમનો દેખાડો મા.
ખોટાં લોકો ખોટી ઈર્ષા કરે મા,
આંખે દેખ્યું સાચું ન હોય મા.
જૂઠા જગની રીત પુરાણી મા,
પ્યાસ બુઝાવી ફેંકે ઠીકરું મા.
એવો છે જગનો સ્વાર્થ મા,
તારા વિના આધાર નથી મા.
કહેનારા પછી ફરી જાયે મા,
સ્વાર્થ સરે એ દઈ દે ધક્કો મા.
એક સાચું સુખ તારું શરણું મા,
ચેહર મા તું જ એક સહારો મા.
હરતાં ફરતાં તારું નામ જપુ મા,
મારે નહીં પણ તારે મને તું મા.
રૂપિયા જોઈ બદલાઈ ગયા જે,
ખરાબ સમયે તને પોકારે મા.
અંતરથી ભજું ચેહર મા,
તારું નામ જપતાં આનંદ આવે મા.
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment