ભક્તિ.. લેખ.. ૧૭-૧૧-૨૦૨૦
ભક્તિ .... લેખ... ૧૭-૧૧-૨૦૨૦
ભકિત હોય ત્યાં પૂરાવા ની ક્યાં જરૂર છે. અને પૂરાવા ની જરૂર હોય ત્યાં ભકિત નુ શું કામ???. ભકિત ના કોઈ રૂપ રંગ નથી હોતા તમારા દિલ ની સાચી ભાવના છે. ભક્તિ હોય તો પથ્થર મા ભગવાન છે અને ભકિત ના હોય તો ભગવાન પણ પથ્થર જ છે. ભક્તિ એ વારસા મા નથી મળતી એ તો તમારા દિલ નો અહેસાસ છે. ભક્તિ અને અાંડબર વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. ભક્તિ અને આસ્થાનું પ્રતિક સાચો ભાવ છે. ભક્તિ અને વિશ્ચવાસ સિક્કા ની બે બાજુ છે જેમકે હૂં લખુ છું પુરી ભકિત થી અને તમે વાંચો છો એ મારો વિશ્વાસ છે. ભાવના વિના ભકિત અને ભકિત વિના ભાવના અધૂરી છે.. ભાવના ભટ્ટ અમદાવાદ..
Comments
Post a Comment