મા નો પ્રેમરસ .... ૧૦-૧૧-૨૦૨૦

*મા નો પ્રેમરસ* ૧૦-૧૧-૨૦૨૦
આ જગતનાં ચાર ધામ તું મા,
સાચું તીરથ તારાં ચરણોમાં મા. 
તું જ સંસ્કાર આપનારી મા,
તું જ પ્રેમરસ પાનારી મા.
આંગળી પકડીને ચલાવનાર,
સાચું ખોટું સમજાવનાર.
હર દુઃખ માં પડછાયો બનીને,
રડું તો કાળજ કંપાવનારી મા.
પડું વાગે તો દુઃખી થનારી મા, 
હૈયે ચાંપીને હૂંફ આપનારી મા,
કોળિયો મોં માં ખવરાવનારી મા.
એક તું જ સાચો પ્રેમરસ પાનારી,
નિઃસ્વાર્થ પ્રેમરસ આપનારી મા.
માંદી પડું તો દુવા કરનારી મા,
દયાળુ દાદાને પ્રાર્થના કરનારી મા. 
હિલીગ, આશિષ આપનારી મા, 
અંતરથી પ્રેમરસ પિવડાવી દેનારી,
દિન રાત ને એક જ કરનારી મા.
એક તું જ છો મારી ગુરુ મા,
આ જગતમાં પ્રેમરસ પાનારી મા.
કરુણામયી પ્રેમાળ મા,
ભાવના નાં ભાવ સમજનારી મા,
અવતાર ધરીને દેવી સ્વરૂપે મા.
આ હૈયામાં એક તું જ છો મા,
નિઃસ્વાર્થ પ્રેમરસ પીવડાવનારી મા.
ભાવના ભટ્ટ અમદાવાદ......
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ