સમસ્યા ... ૨૧-૧૧-૨૦૨૦
*સમસ્યા* ૨૧-૧૧-૨૦૨૦
આમ જુઓ તો સમસ્યા ક્યાં છે?
અને આમ સમસ્યા ની ભરમાર છે.
સમસ્યા માણસ જાતે ઉભી કરે છે,
કારણકે એને શાંતિથી જીવતાં નથી આવડતું.
સાવચેતી નાં રાખીને સમસ્યા ઉભી કરે છે,
અને એક નાની ભૂલ કરીને બીજાને પરેશાન કરે છે.
સમસ્યાને રોકવા અગમચેતીના પગલાં ભરવા જરૂરી છે,
તોજ આવનારી સમસ્યા થી લડત લડી શકાય છે.
ભાવના આ ના સમજ દુનિયામાં શું કહેવું,
સમસ્યાને આમંત્રણ આપીને મુશ્કેલી ઉભી કરે છે.
કોઈ પણ સમસ્યા ને આવતી રોકવા માણસ સક્ષમ છે,
પણ માણસ જ ખુદ સમસ્યા બની ગયો છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment