આ કેવી સ્વતંત્રતા...૩૦-૧૧-૨૦૨૦
*આ કેવી સ્વતંત્રતા* કવિતા... અછાંદસ.... ૩૦-૧૧-૨૦૨૦
આ કેવી સ્વતંત્રતા, જ્યાં સ્ત્રીનું વસ્ત્રાહરણ થાય,
આવી સ્વતંત્રતા, જ્યાં ભૂખ્યા બાળ મજૂરી કરે સહન થાય કંઈ?
લઈ તરાપો એકલી નીકળી છું સ્વતંત્રતા ની લડતનો,
જો તરાપો દે દગો તો હાંફી જવું પોસાય કંઈ?
હું તો દેશને જોવા માગું છું, આભની ઉંચાઈ ચૂમતો,
આવી સ્વતંત્રતાની સપાટી પર દેશનો શ્વાસ રૂંધાઇ પોસાય કંઈ?
હાર હોય કોઈ નારીની, પડખે સદા ઉભી રહી આઝાદી માટે,
આમ નાની સફળતા મળતાં, નાસી જવું પોસાય કંઈ?
આકાશમાં થી દેવો પણ વરસાવે પુષ્પ વૃષ્ટિ એવું સપનું છે,
આઝાદી ની લડતમાં એમ કાચી ઊંઘમાં જાગી જવું પોસાય કંઈ?
એક મુઠી સ્વપ્ન છે સ્વતંત્ર દેશમાં નારી નિર્ભય બનીને ફરે,
પણ અચાનક તો આવી સ્વતંત્રતા મળશે નહીં તો ડરવું પોસાય કંઈ?..
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment