આત્મ ચિંતન
*આત્મ ચિંતન* ૨-૧૧-૨૦૨૦
આ મારાં પપ્પા એ શીખવાડ્યું છે,
આત્મ ચિંતન જીવનમાં જરૂરી છે.
રોજ રાત્રે આત્મ ચિંતન કરું છું,
આ જૂઠ્ઠું નથી સત્ય વાત કહું છુ.
દિવસ ભરની દિનચર્યા પર મંથન કરું છું,
ભૂલ દેખાય તો એ સુધારી અમલ કરું છું,
ચરોતરમાં જન્મેલી એટલે આખા બોલી છું,
મસ્કા, ચાપલૂસી, કરવાથી દૂર રહું છું,
ભાવનાશીલ છું, લાગણીમાં તણાઉ છું,
ફરજ પૂરી કરવા ખડેપગે હાજર રહું છું.
સાચું બોલવું, સાચું કહેવું એ સ્વભાવ રાખું છું,
જુઠ્ઠાણાં ને દગાખોર ને નફરત કરું છું.
એટલે જ ઘણાખરા લોકોને હું ક્યાં ગમું છું,
આત્મ ચિંતન કરીને જીવનમાં ફેરફાર લાવું છું...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment