બારી...૨૦-૧૧-૨૦૨૦

બારી... ૨૦-૧૧-૨૦૨૦

દુનિયા સામે મૌન ના ચિત્કાર સમી છે બારી, 
કડવા સત્ય ના સ્વીકાર સમી છે બારી. 

દિલ પર પડ્યા છે અસહ્ય ઘા, 
દર્દ ના અસંખ્ય ભાર સમી છે બારી. 

સત્ય ની પ્રબળ છે તોય લાચાર છે બારી, 
કે, કિસ્મતના અંધકાર સમી છે આ બારી. 

જિંદગી થી શું ઈચ્છયુ અને શું મળ્યુ, 
બસ ખોટી યાદોના ભરમાર સમી છે બારી. 

જુઠા આ જગતની જુઠી રીતમાં, 
પોતાના થી છુટા પડ્યાનો ભાર છે બારી.

વ્યોમતળે વહેંચાઈ ગઈ બારી બનીને ભાવના, 
બાદબાકી ને ભાગાકાર સમી બની રહી આ બારી... 
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖〰️

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ