લગાવ

*લગાવ* મૌલિક રચના ૨-૧૧-૨૦૨૦ સોમવાર

લગાવ  લાડલીનો  અનેરો  છે,
આંખોમાં સ્નેહની લહેર વહે છે.

લાડલીનો  અનોખો  સ્નેહ  છે,
લગાવ  રાખી  જતન  કરે   છે.

અંતરની ભાવનાઓ પવિત્ર છે,
સંબંધમાં નિર્મળ લગાવ વહે છે.

લગાવથી એક ડોરમાં બાંધ્યા છે,
જીવન સફરમાં એનો સહારો છે.

જિંદગી જીવવા લગાવ જરૂરી છે,
લાડલીનાં લગાવ વગર અધૂરું છે.

આ લાડલીનો લગાવ સૂચક છે,
મા દિકરીનાં સંબંધનો સાક્ષી છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ