આ દિવાળી... ૧-૧૨-૨૦૨૦

*આ દિવાળી* મૌલિક રચના
૧-૧૨-૨૦૨૦

આ દિવાળી ગઈને દેવ દિવાળી આવી છે,
છતાંય જિંદગીમાં કામ ક્યાં ઓછા થાય છે.

દિવાળીમાં ઘરમાંથી કચરો કઢાય છે,
છતાંય ઘરમાં કચરો ભેગો થઈ જાય છે.

દિવાળીમાં નવાં કપડાં ખરીદી કરાય છે,
છતાંય પ્રસંગે પ્રસંગે કુંવારા થઈ જાય છે.

દિવાળીમાં વાતે વાતે રૂપિયાની લ્હાણી થાય છે,
છતાંય ભાવનાનાં મૂલ્ય ક્યાં અંકાય છે.

દેવ દિવાળીમાં ઘરે ઘરે રોશની કરાય છે,
છતાંય માણસાઈ ની રોશની ક્યાં થાય છે.

દેવ દિવાળીમાં પૂજા અર્ચના કરાય છે,
છતાંય બારેમાસ જ્યોતિષ પાસે જવાય છે.
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ