અત્યાચાર....૩-૧૨-૨૦૨૦
*અત્યાચાર* મૌલિક રચના.. ૩-૧૨-૨૦૨૦
અત્યાચાર કરી શોષણ કરે છે,
આમજ નારીને નિર્વસ્ત્ર કરે છે.
અઢળક દુઃખ આપી જલાવે છે,
દિકરીનું શોષણ કરી મારી દે છે.
કુમળી એ કળીને એમ હણે છે,
નરાધમોને સજા ક્યાં મળે છે?.
નરપિશાચો ચોતરફ ફેલાયેલા છે,
દિકરી ભયથી થરથર ધ્રુજે છે.
અત્યાચારો એ તો હદ વટાવી છે,
હવે સમજમાં જાગૃતિ જરૂરી છે..
ભાવના આ જોઈને હૈયું રડે છે,
છતાંય તારણહાર ક્યાં મળે છે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖➖➖➖➖➖➖➖
Comments
Post a Comment