જીવનસંગિની... ૧૦-૧૨-૨૦૨૦
*જીવનસંગિની* લઘુકથા.. ૮-૧૨-૨૦૨૦
અનિલ નાં લગ્ન નાનાં ગામડાંમાં રેહતી સંજના સાથે થયા લગ્ન નાં પાંચ વર્ષમાં બે બાળકો જન્મ્યા..
અચાનક જ અનિલને ધંધામાં ખૂબ ખોટ ગઈ અને માથે દેવું થઈ ગયું એટલે ધંધાની જ્ગ્યા વેચીને દેવું ભરપાઈ કરી દીધું અને મોટા બંગલામાં થી નાનાં મકાનમાં રેહવા જતાં રહ્યાં પણ અનિલ ને પોતાનો ધંધો હોવાથી એ નવ ધોરણ જ ભણ્યો હતો એટલે હવે ગુજરાન ચલાવવા નોકરી શોધી રહ્યો પણ ભણતર નાં હોવાથી નાં મળી..
સંજના ગામડાની હતી પણ ભણેલી હતી એણે નોકરી માટે પ્રયત્ન કર્યા એને નોકરી મળી એટલે એણે અનિલ ને ઈલેક્ટ્રીક નાં કામકાજ શીખવા માટે વગર પગારે મૂક્યાં અને એ ઘર ચલાવી રહી...
આમ અનિલ ની સાચી જીવનસંગિની બનીને પરિવાર ને સંભાળીને અનિલ ને નોકરી મળે એ માટે મદદરૂપ બની અને સુખ દુઃખની સાચી જીવનસંગિની બનીને રહી...ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️〰️➖〰️➖
Comments
Post a Comment