એ ચકરડું... વાર્તા.. ૧૩-૧-૨૦૨૧

*એ ચકરડું* લઘુકથા... ૧૩-૧-૨૦૨૧

અજય સોફામાં મોબાઈલ પછાડી બોલ્યો યાર આ નેટવર્ક ને લીધે ચકરડા જ ફરે છે જે જોવું હોય એ જોવા નથી મળતું.. 
આ સાંભળીને પ્રિયા બોલી તો મોબાઈલ વાપરવાનો બંધ કરી દે..
અજય એમ મોબાઈલ ની માયાજાળ નથી મુકાતી...
તું સાક્ષી છે મેં વારાફરથી બધીજ કંપની નાં અનુભવ કર્યા પણ બધીજ કંપની ની મિલીભગત છે રૂપિયા અઢળક લે છે પણ નેટવર્ક સરખું આપતાં જ નથી મારાં જેવાં કેટલાંક એ ચકરડું ફરતું જોઈ રેહતા હશે અત્યારે તો કંપની નાં ઘણા ખરા કામકાજ મોબાઈલ થી જ થાય છે પણ તોબા આ ચકરડા થી. મોબાઈલ વગર માણસ લાચાર થઈ જાય છે.
આમ બબડાટ કરતો અજય મોબાઈલ ને ખિસ્સામાં મૂકીને ઓફિસ જવા નીકળ્યો..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ