એક આશરો બારીનો... ૧૬-૨-૨૦૨૧

*એક આશરો બારીનો* ૧૬-૨-૨૦૨૧

લતા પરણીને આવી ત્યારથી રાજીવ એને ગામડાનું ગોથું કહેતો..
સમયનું ચક્ર એવું ફર્યું કે ધંધો બંધ થઈ જતાં રાજીવ ઘરે બેઠો અને લતાએ નોકરી કરીને છોકરાઓ મોટા કર્યા.. દિકરીને સાસરે વળાવી અને દિકરો પણ વહું લાવ્યો.. દિકરો વહું લતાની ખુબ સંભાળ રાખતા એ જોઈને રાજીવ લતાને છોકરાઓ નોકરી જાય ત્યારે ગમેએમ બોલતો..
એકદિવસ મંદિર જવા લતા અને રાજીવ નિકળ્યા અને એક્સીડન્ટ થયો એમાં લતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને રાજીવ ને માથામાં ઈજા થવાથી મગજ ઉપર અસર થઈ ગઈ એટલે હોસ્પિટલમાં સૂતાં સૂતાં શૂન્યવકાશ નજરે બારીની બહાર જ જોઈ રહે..
 એક આશરો બારીનો જ રહ્યો..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ