બંધારણ... કવિતા.. ૫-૨-૨૦૨૧
*બંધારણ* ૫-૨-૨૦૨૧
અનોખું બંધારણ ઘડી મોકલ્યાં,
ઈશ્વરે રૂડા હાથે ઘડી મોકલ્યાં.
ઈશ નાં રચેલાં બંધારણ જેવું,
વૈજ્ઞાનિક રચી શક્યા ક્યાં એવું.
અનોખું બંધારણ એવું ઘડ્યું,
એમાં કોઈ કમી નથી એવું ઘડ્યું.
એવાં બંધારણ નાં ઘડવૈયા,
એવી લીલા કરનાર ઘડવૈયા.
એની અકળ લીલાં નો પાર નથી,
આભાર માનવા શબ્દો જ નથી.
બંધારણ આપ્યું રૂડાં ઘાટે જુઓ,
આવું કોઈ બીજા કરી શકો જુઓ.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment