અમારું ગામડી ગામ.. કવિતા.. ૨૬-૨-૨૦૨૧
*અમારું ગામડી ગામ*
મનગમતી મસ્તીનું ગામડી ગામ,
અનોખી વસ્તીનું ગામડી ગામ;
તારું ને મારું આપણું ગામડી,
આપણું પ્યારું આ ગામડી ગામ.
ગામમાં સંપ ઝાઝેરો છે,
બાજુમાં આણંદ શહેર છે;
દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે'
પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા છે,
ગામને પાદરે ભારમલ દાદા છે.
ખાણીપીણી ને લીલાલ્હેર આણંદમાં છે,
તારું ને મારું આપણું ગામડી ગામ છે;
દરેક ધર્મના મંદિર છે;
દિલમાં સમાય ભાવના એવું નાનું
પ્યારું ગામડી છે,
ગામડી એ તો સોનાની તાબડી છે.
ચરોતરમાં પ્રખ્યાત ગામડી ગામ છે,
જીવતાં શિખવાડે એવું જીવંત છે;
નાનાં, મોટા સૌને આ પ્યારું ગામ છે.
નિત નવાં રંગોનું આ ગામડી ગામ છે,
નવરાત્રી, તાજિયા, નાતાલ નો અનોખો સંગમ અહીં છે;
સૌનું છે પ્યારું આ ગામડી ગામ છે.
ગામને પાદર તળાવ છે,
ગામડી ગામની શોભા અનેરી છે;
કોઈ વાત લાગે ના અઘરી એવું ગામ છે,
ગામની આસપાસ લીલોતરી છે,
એવું રડીયામળુ ગામ છે.
સોના ને ચાંદી થી મૂલ્યવાન ગામડી છે,
સૌની આઝાદીનું આકાશ ગામડી છે;
અમારું પ્યારું આ ગામડી ગામ છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment