મારી ચેહર માવડી... ૪-૩-૨૦૨૧
*મારી ચેહર માવડી* ભક્તિ ગીત
૪-૩-૨૦૨૧
ઓ ચેહર માવડી, ચુંવાળ ચોક વાળી માવડી,
જયકારે ભક્તિરસ માં ડૂબેલા સેવકો માવડી.
નયનભરી તુંજ રૂપ અનુપમ જોતાં સૌ રાજી થાય,
નિતનવા રૂપે નિરખે ભક્તજનો માવડી.
જતન કરવા ભક્તોનાં વાયુવેગે આવતી માવડી,
અંતર જયોત ઝળહળે ચેહર મા દર્શન થકી.
ગરવા ગહન સ્વરૂપે તારી, અકળ લીલાં ન કળાય,
ભાવના હાથ જોડીને વિનંતી કરે,
રાખજે માથે હાથ.
દંભી, પાપી, ભ્રષ્ટાચારીને સૌને તું પડકારતી માવડી,
માઈ ભક્ત રમેશભાઈ ની બેલી ચેહર માવડી.
ચેહર મા તારાં પાવન ચરણોમાં પ્રેમે શિશ ધરીએ,
તું જ એક તારણહાર, તું જ લગાવે નાવ કિનારે...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment