આરાધના.. ભક્તિ ગીત.૭-૩-૨૦૨૧

*આરધાના* ભક્તિ ગીત.. ૭-૩-૨૦૨૧

અંતરથી ભજો, ભાવે ભજો,
ચેહર મા નાં હૈયે હરખ થાય.

આરધાના કરો, સ્તુતિ કરો,
ચેહર મા સાદ સાભળી આવે.

સુખમાં રટણ કરો, દુઃખમાં ભજો,
ચેહર મા ભવપાર ઉતારવાં આવે.

પ્રેમથી ભજો,  હેતુથી ભજો,
ચેહર મા અમી વરસાવે રે.

અંતરથી ભાવનામય બની ભજો,
ચેહર મા લીલા લહેર કરાવે દોડી.

શ્વાસે, શ્વાસે રટો, મનથી રટો,
ચેહર મા રૂંવાડે આવી ઉભી રહે.

આવડે એવાં ગુણગાન ગાવો,
ચેહર મા દયા દ્રષ્ટિ કરવાં આવે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ