આધાર સ્તંભ પતિ. લેખ...

*આધાર સ્તંભ પતિ* ટૂંકો લેખ... ૧૫-૩-૨૦૨૧

આખાં ઘરનો આધાર સ્તંભ પતિ છે... સુખદુઃખ નો સાચો સાથી પતિ છે... આખો પરિવાર એક થઈ જાય અને નવોઢા નાં  માથે મહેણાં ટોણાં નાં માછલાં ધોવાતાં હોય ત્યારે પતિ પત્નીનો પક્ષ લે ત્યારે એ દેવદૂત સમાન લાગે છે પછી રૂમમાં મોકલીને પરિવાર ને સમજાવી શાંત પાડે છે..
પતિ એટલે પત્નીની ભાવનાઓ સમજી ને વગર કહ્યે એનું ભાવતું અને ગમતી વસ્તુઓ લાવી આપનારા...
પતિ એટલે સાથે નોકરી કરતાં હોય તો ચલ તું ચા મૂક હું બ્રેડ ટોસ્ટ બનાવી દઉં પછી સાથે ગરમાગરમ ચા નાસ્તો કરીએ...
પતિ એટલે પત્નીની દરેક રેસિપી ની જીવતી જાગતી પ્રયોગશાળા...
પતિ એટલે સલામતી નો અહેસાસ...
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ