આ જિંદગી રંગમંચ છે... કવિતા

*આ જિંદગી રંગમંચ છે* ૨૦-૩-૨૦૨૧

આ રંગ સમા રંગમંચની રંગત બની જવું,
આ રીતે ઈચ્છાને રંગભૂમિમાં ઉતારી દવુ. 

અને તમારા મારા જીવનનો એક કિસ્સો ભજવી દવુ, 
આ રીતે રંગમંચ પર એક દીર્ઘ શ્વાસ ભરી દવુ. 

જિંદગીની કલાકારી બતાવી શબ્દોથી મન હરી લવું,
આમજ  રંગમંચમાં અવનવા રંગો ભરી દવુ.

કરુણાસભર પાત્ર ભજવી સૈની આંખ ભીંજવી દવુ, 
આ રીતે રંગમંચની રંગીનતા બતાવી દવુ. 

કલાકારી કરીને જીવનનિર્વાહ ચલાવી લવું, 
આ રીતે રંગમંચથી દોરંગી જીવન જીવી લવુ. 

વિધવિધ પાત્રો ભજવી સૌના દિલમાં છવાઈ જવુ, 
આ રીતે રંગમંચનો નવો ઈતિહાસ જ રચી દવુ. 

રંગભૂમિને ભાવનાથી રંગી મંદિર બનાવી દવુ, 
અને પછી રંગમંચને જ ઈશ્વર બનાવી દવુ...

ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ