અંતર દર્પણ... કવિતા..
*અંતર દર્પણ* ૨૨-૩-૨૦૨૧
અંતરમાં એકવાર ઝાંખી લઈશું,
ઈશ્વરને આમ શિશ નમાવી લઈશું.
અંતર દર્પણથી દેહ ઉજાળી લઈશું,
જીવતર આગળ ધપાવી લઈશું,
હવે ભાવના મનખો સુધારી લઈશું,
ઈશ નું નામ દિલમાં છપાવી લઈશું,
છો માર્ગ કંટક ભર્યો જોઈ લઈશું,
ભક્તિ કરીને ફુલ બિછાવી લઈશું,
અંતર દર્પણથી આયખું સુધારી લઈશું,
હૈયામાં ઈશ્વર નામ છુપાવી લઈશું,
આ અવસર આમ ઉજવી લઈશું,
આમજ જ્યોતને જલાવી લઈશું.
જિંદગી સારાં કર્મોમાં ગુજારી લઈશું,
આમ સુખે જિંદગીને વિતાવી લઈશું..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment