માલતી... લઘુકથા

*માલતી*
*લઘુકથા* ૨૫-૩-૨૦૨૧

એકટીવા ચલાવતી માલતી નાં મગજમાં કંઈ કેટલાય વિચારો ચાલતા હતાં..
વેદાંગ કેનેડા હતાં અને ચારુ બેને નાનપણથી જ વેદાંગને એકલાં હાથે મોટાં કર્યાં હતાં..
વેદાંગ બે વર્ષ પહેલાં જ કેનેડા ગયા ત્યારે કહીને ગયાં હતાં કે માલતી મારી મમ્મી ને સાચવજે..
માલતી ભાવનાઓ માં તણાઈ વિચારોમાં એકટીવા ચલાવતી દવાઓ લઈને હોસ્પિટલ પહોંચવા ઉતાવળે ચાર રસ્તા પહોંચી..
પોલીસે ઉભી રાખી અને કહ્યું કે 
 માસ્ક નાક ની નીચે એક હજાર દંડ લાવો..
માલતી કહે‌ મારાં સાસુમા ને એટેક આવ્યો છે હું દવા, ઇંજેક્શન લઈને હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં ધ્યાન નથી રહ્યું..
પોલીસ તમે કોઈ બહાનું બતાવો પણ નહીં ચાલે...
લાવો એક હજાર રૂપિયા..
માલતી કંઈ જવાબ આપે એ પહેલાં ચાર રસ્તા ની ફરતે ગગનચુંબી બિલ્ડીંગમાં થી એક સાથે દસ પંદર પાણી ભરેલા ફુગ્ગા નો મારો થયો હેપી ધૂળેટી ની ચિચિયારીઓ સંભળાઈ અને પોલીસ નાં મોં પર ફુગ્ગો ફૂટતાં આંખોમાં પાણી ગયું મોં સાફ કરી ને જોયું.
માલતી એકટીવા ચાલું કરીને જતી રહી હતી..
ચારેબાજુ પોલીસે નજર કરી બધાનાં બારી બારણાં સજજડ બંધ હતાં..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ