લુપ્ત ક્ષમતા.. કવિતા

*લુપ્ત ક્ષમતા* ૧-૪-૨૦૨૧

આજકાલ લોકોમાં સહનશક્તિની ક્ષમતા ક્યાં છે,
લુપ્ત થઈ ક્ષમતા ને માણસ‌ રઘવાયો થયો છે.

રાઈ જેવી વાતનો પહાડ બનાવી દે છે,
પછી ભુવા, તાંત્રિક, જ્યોતિષ પાસે જાય છે.

ભુવા, જ્યોતિષ નાં ચક્કરમાં બરબાદ થાય છે,
સહનશક્તિની ક્ષમતાનાં અભાવે ડિપ્રેશનમાં સરે છે.

અને પછી ભાવના આત્મહત્યાનાં માર્ગે દોરાય છે,
ને એટલેજ માતા-પિતા સંતાનોથી ડરે છે.

માટેજ સમજદારી અને સહનશક્તિની ક્ષમતા જરૂરી છે,
નહીંતર વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું બને છે.

સહનશક્તિની ક્ષમતા વધારે હોય એ જન સુખી છે,
બાકી ચમત્કારથી કશું અહીં ક્યાં મળે છે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ