આ ખુબી અને ખામી..
*આ ખુબી અને ખામી* અછાંદસ કાવ્ય.. ૧૦-૩-૨૦૨૧
આ ખુબી ખામીની રમત છે,
આંખો ખોલો આ જગત છે.
ખુબી ભૂલી ખામી કાઢે છે,
છતાંય અહીં જીવવાનું છે.
ખુબી જોવું એ જાણે શ્રાપ છે,
ભાવના આંખો ઉપર પડળ છે.
ખુબી નજર અંદાજ કરે છે,
નાટક સતત આવાં લોકો કરે છે.
આંધળા બનીને જ ચાલે છે,
ગાડરીયો પ્રવાહ જ વહે છે.
માણસ જ માણસને નડે છે,
જાત આ બહુ કમ્બખ્ત છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment