માવડી નું ઝાંઝર... ભક્તિ

*માવડી નું ઝાંઝર* ભક્તિ ગીત.. ૨૪-૩-૨૦૨૧

અલકમલકનું ચેહર મા નું ઝાંઝર,
ઝાંઝર રૂપા બા એ હરખે ઘડાવ્યુ;
ચેહર માવડી ને પેહરાવ્યુ  રે.

અલકમલકનું ચેહર મા નું ઝાંઝર,
નાયણ દાદાએ શ્રધ્ધાથી ઘડાવ્યુ;
ચેહર મા નાં  પગમાં પહેરાવ્યું રે,
ઝમક ઝમઝમ માવડી નું ઝાંઝરણું.

ભટ્ટ પરિવારમાં ચેહર મા રંગે રમે,
પેઢી દર પેઢીએ નવું ઝાંઝર બન્યું;
ભકિતથી ચેહર મા ને પેહરાવ્યુ રે.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર..

માઈ ભકત રમેશભાઈ એ ઘડાવ્યુ,
અંતરના ઓરતાથી મા ને પહેરાવ્યું;
ગોરના કુવે વાગે રૂડું માવડી નું ઝાંઝર.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર.

એમાં ઘૂઘરી છમ્ છમ્ થાય રે,
એમાં ચમકે રૂડી મીનાકારી રે;
આતો પેઢીઓ નું રૂડું ઝાંઝર રે.
અલકમલકનું ચેહર મા નું ઝાંઝર.

ભાવનાનાં હૈયાંનાં હેતે બનાવ્યું,
ઝાંઝર પહેરી ચેહર મા રંગે રમે રે;
આ જોઈ હરખે ભાવિક ભક્તો રે.
એ ઝાંઝર નાં ઠમકારે ધરા ધ્રુજે રે.
ભાવના ભટ્ટ અમદાવાદ.....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ