આવો મારે ઘેર.. ભક્તિ
*આવો મારે ઘેર* ભક્તિ ગીત ૨૭-૩-૨૦૨૧
આવો મારે ઘેર ચેહર માવડી,
મારું આંગણું પાવન કરો માવડી.
કુમ કુમ પગલાં પાડો ને માવડી,
દર્શને આંખડી તરસે છે માવડી.
આજે રુમઝુમ ઝાંઝરી ઝમકે માવડી,
દિલમાં ભાવના અપાર છે ચેહર માવડી.
અંતરમા જ્યોત પ્રગટાવો માવડી,
આવી દિવ્ય શક્તિ પ્રગટાવો માવડી.
એક તમે જ છો શરણું મારું માવડી,
તમને કેમ વિસારું ઓ મારી માવડી.
મારે ઘેર પધારો મારી ચેહર માવડી,
આવો નવરાત્રિ રમવા પધારો માવડી....
ભાવના ભટ્ટ અમદાવાદ....
Comments
Post a Comment