મારું શ્રઘ્ધા નું ડેરુ
*મારું શ્રધ્ધાનું ડેરૂ* ભક્તિ ગીત..૯-૩-૨૦૨૧
મારું શ્રધ્ધાનું ડેરૂ,
મારી જાગતી ચેહર મા.
મારું પેઢીઓનું રખોપું,
હેતની પ્રતિમા ચેહર મા.
મારું ભરોસાનું માવતર,
ભાવનાઓને દરિયો ચેહર મા
મારું જીવવાનું પીઠબળ,
હૂંફની સંવેદના ચેહર મા.
મારું પ્રેરણાસ્ત્રોત,
અમી ભરી નજર તારી મા.
મારું સાચું મૈયર,
તારાં ચરણોમાં ચેહર મા.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment