એકવાર ભાવે ભજો

*એકવાર ભાવે ભજો* ભક્તિ ગીત... ૨૦-૩-૨૦૨૧

એક વાર ચેહર મા ને ભાવે ભજી તો જુઓ, 
ગોરના કુવે એકવાર આવીને તો જુઓ.

એકવાર મા ને દિલથી ટહુકો પાડી તો જુઓ,
ચેહર મા નાં ચરણોમાં શીશ નમાવી તો જુઓ.

એક વાર મા ને નેહભરી નિરખી  તો જુઓ,
ભાવના સભર હૈયે નામ ભજી તો જુઓ.

એકવાર મા ને આભાર કહી તો જુઓ,
ચેહર મા ની જાતર માણી તો જુઓ.

એકવાર દિલથી શ્રધ્ધા રાખી તો જુઓ,
ચેહર મા નાં દરબારમાં બેસી તો જુઓ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ