અનમોલ પ્રકૃતિ... કવિતા
*અનમોલ પ્રકૃતિ* ૧૨-૪-૨૦૨૧
એજ આશા બચાવો આ પ્રકૃતિને,
આપશે ઓકિસજન મફત પ્રકૃતિ.
ઔષધીય કામ આવે આ પ્રકૃતિ,
વૃક્ષો વાવો બચાવો આ પ્રકૃતિ.
આપણે બચી શકીશું પ્રકૃતિથી,
વૃક્ષોનું જતન કરીએ આત્માથી.
ખોટનો ધંધો ભાવના કેમ કરવો,
ફાયદો જ ફાયદો આ પ્રકૃતિ હારે.
ગામ,શહેર સૌ બચાવો આ પ્રકૃતિ
જીવનદાતા અણમોલ આ પ્રકૃતિ.
આ જગતમાં પર્યાવરણ જાળવો,
સંસારમાં જરૂરી છે વૃક્ષો જાળવો.
કોરોના, અનેક રોગોનો ઈલાજ,
કુદરતી સાનિધ્યમાં છે ઈલાજ.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖
Comments
Post a Comment