આજ દર્શને જઈએ... ભક્તિ

*આજે દર્શને જઈએ* ભક્તિ ગીત.. ૧૪-૪-૨૦૨૧

આજે બીજો થયો ઉપવાસ સૈયર મોરી રે,
એવાં દેવીનાં તેજ જોવા જઈએ સૈયર રે.

નવલી નવરાત્રીનાં નોરતાં સૈયર મોરી રે,
નવદુર્ગા આકાશમાં ગરબે રમે સૈયર મોરી રે.

અંબા, બહુચર, ચેહર મા ત્રણ તાળી રમે રે,
આવાં રૂડાં ગરબા જોઈ દેવો હરખાઈ રે.

ભાવના ભર્યા ઉમંગે દેવીઓ રમે રે,
ચોસઠ જોગણીઓ ટોળે વળી હરખે રે.

આજ દર્શન કરવા જઈએ સૈયર મોરી રે,
દેવીનાં અલૌકિક તેજ જોઈ આંખો ઠરે રે..
ભાવના ભટ્ટ અમદાવાદ....
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ