આજે આઠમ... ભક્તિ ગીત

*આજે આઠમ* ભકિતીગીત ૨૦-૪-૨૦૨૧

આજે આઠમે દેવી ગરબે રમે રે,
નવ શક્તિ, નવદુર્ગા ગરબે રમે રે.

ગબ્બર ગોખે ને ચાચર ચોકે ઘૂમે રે,
સરખે સરખી સહિયરો સંગ ચેહર મા રમે રે.

તાળી કેરા તાલે ઘૂઘરીના ઘમકારે ધરતી ધ્રુજે રે,
નવલી નવરાત્રી મહીં ભાવના નવચેતન પ્રગટે રે.

સોળે સજી શણગાર નવદુર્ગા ગરબે રમે રે,
એ તાળી નાં તાલે  ત્રણ લોક ડોલે રે.

શત શત પ્રગટી જયોતે નવદુર્ગા રમે રે,
મોહક મુખડું મા નું મલકે એ જોઈ ભકતો હરખે રે..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments

Popular posts from this blog

સોશ્યલ મીડિયા નાં ફાયદા અને ગેરફાયદા

એક સાચો શિક્ષક... કવિતા

કોરો કાગળ