રામનવમી ની શુભેચ્છા... ભક્તિ

*રામનવમી ની શુભેચ્છા* ભક્તિ ગીત. ૨૧-૪-૨૦૨૧

એ રટો સૌ રામ, મનથી રટો રામ,
મનવા રટ રામ, હૈયેથી રટો રામ.

ક્ષણ ક્ષણ જાતી નકામ,
રટ રામ, મનવા તું રટ રામ.

ચાખી જો આ રામ નામનો સ્વાદ,
રામ રટણનાં પ્રેમામૃતનો આ સ્વાદ

ભાવના ભર્યા હૈયે થી રટો રામ,
આ કાયા નહીં દે સાથ, રટો રામ.

તન,મન, રોમે રોમથી રટો શ્રી રામ,
એક સાચો સથવારો આ નામ.

મિથ્યા માયામાં ડૂબી ને ભૂલ્યા,
માટે મનવા ભાવે ભજો શ્રી રામ.

નિસ્વાર્થ રટણથી રીઝે શ્રી રામ,
વ્યોમ વ્યોમમાં બેઠાં છે શ્રી રામ..
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments