ગુડી પડવો.. ભક્તિ

*ગુડી પડવો* ૧૩-૪-૨૦૨૧ ભક્તિ ગીત..

આવ્યો ગુડી પડવાનો દિન રે,
ચૈત્રી નવરાત્રી નાં રૂડાં દિન રે.

આજે પહેલું નોરતું આવ્યું જો,
અનુષ્ઠાન ભાવે  સૌ કરતાં જો.

ચેહર મા ભાવે રે રીઝતા જો,
ભાવના એવાં દર્શન દેતાં જો.

ચૈત્રી નવરાત્રીમાં પૂજન થાય રે,
અંતરનાં પોકારે દેવીઓ આવે રે.

નવદુર્ગા ગરબે રમવા નિકળે રે
નભમાં ગરબો એમનો ઘૂમે  રે.

પેહલે નોરતે દિલથી પ્રણામ રે,
ભૂલચૂક માફ કરજો માવડી રે.
ભાવના ભટ્ટ અમદાવાદ...
➖〰️➖〰️➖〰️➖〰️➖

Comments